સહકર્મચારીઓ સાથે તંદુરસ્ત સંબધો જાળવવામાટેની ૧૦ ટીપ્સ:

વ્યવસાયિક જીવનમાં સફળતા પ્રાપ્ત કરવામાટે સહકર્મચારીઓ સાથે તંદુરસ્ત સંબંધો જાળવવા ખુબજ અનિવાર્ય છે. ટીમ-વર્ક દ્રારા જ કંપની અને સંસ્થાના ધ્યેય હાંસિલ થાય છે જેનામાટે ટીમ-મેન તરીકે કામ કરવાનું રહે છે.

એક મજબૂત ટીમ વિનાબિઝનેસ ની સતત વૃદ્ધિ શક્ય નથી જે સુચવે છે કે સફળતા નો સંપૂર્ણ આધાર એક મજબુત ટીમ પર છે. યોગ્ય અને કુશળ ટીમ સફળતાપૂર્વક કંપનીના કર્યો માટે ઉપયોગી ફાળો આપી શકે છે. 
વ્યક્તિગત જીવનમાંપોતાના સંબંધિઓ સાથે તે ખૂબ જ સરળ છે. પરંતુ કાર્યસ્થળેકર્મચારીઓ સાથે કાર્ય કરવું થોડુંક અધરું બની રહે છે પણ જો નીચે મુદ્દાઓનું ધ્યાન રાખવામાં આવે તો ચોક્કસથી ટીમ-વર્કનું વિકાસ કરીને સહકર્મચારીઓ જોડે તંદુરસ્ત સંબંધોનું નિર્માણ કરી શકાય છે:

  1. યોગ્ય પ્રતિસાદ:
ટીમના સભ્યો એકબીજાને સમયસર પ્રતિસાદ આપે તો ટીમ-વર્કની ભવના વધુ સતર્ક બને છે. દરેક કાર્ય એક ચોક્કસ ક્રમમાં ચાલે છે અને ધણા કાર્યો એકબીજા પર આધારિત હોય છે જેથી મુશ્કેલીઓ સામે યોગ્ય પ્રતિસાદ આપવાથી આગળના કર્મચારીઓને તે કામ સમયસર પ્રાપ્ત થાય છે અને તેઓ પાસે તે કાર્ય પૂર્ણ કરવાનનો પુરતો સમય રહે છે જે કાર્યને આસાન બનાવે છે.

  1. સમયસુચકતા:
ટીમમાં રહીને સમયસુચકતા અનુસાર કાર્ય કરવાથી ટીમના સભ્યોનું એકબીજા પ્રત્યેનું વિશ્વાસ વધે છે જેથી કાર્ય સમયસર પુર્ણ કરવાની પ્રેરણા મળી રહે છે. ટીમના કોઈ સભ્યને સમયસર કાર્ય કરી શકે તેના માટે આવશ્યક સલાહ-સુચન આપવાથી પણ કર્મચારીઓ વચ્ચે તંદુરસ્ત સંબંધો નિર્માણ થાય છે.

  1. યોગ્ય વાર્તાલાપ:
તમારા સહકાર્યકરો સાથે હંમેશાં યોગ્ય રીતે વાર્તાલાપ કરો અને કાર્ય પ્રત્યે ઝડપી પ્રતિક્રિયા આપો જેથી તંદુરસ્ત સંબંધોનું નિર્માણ કરી શકાય.

  1. વ્યક્તિગત બાબત:
કોઈપણ કર્મચારીના વ્યક્તિગત જીવનમાં દરમિયાનગીરી કરવી એ યોગ્ય બાબત નથી. જો કોઈ કર્મચારી પોતાના વ્યક્તિગત મુદ્દાઓની ચર્ચા કાર્ય-સ્થળ પર કરવાં માંગતો હોય નહીં તો તેના વ્યક્તિગત જીવનમાં દખલગીરી કરવી જોઈએ નહીં. વ્યક્તિગત બાબતોમાં રસ લેવાથી તંદુરસ્ત વ્યવસાયિક સંબંધોનું નિર્માણ કરી શકાતું નથી.

  1. સામાજિક પ્રસંગ:
સહ-કર્મચારીઓ સાથે તંદુરસ્ત સંબંધો નું નિર્માણ કરવામાટે; વિવિધ સામાજિક પ્રસંગો વખતે આમંત્રણ આપવું જોઈએ. વિવિધ પ્રોજેક્ટની સફળ પૂર્ણાહુતિ પર ફૂડ અને કૉફી પર આમંત્રણ આપવું જોઈએ.


  1. વર્ક-ક્રેડિટ:
કોઈપણ કાર્યને સફળતાપુર્વક પૂર્ણ કરવામાટે તમામ ટીમના સભ્યોના પ્રયત્નો ની આવશ્ક્યતા રહે છે જેથી સફળતા પ્રાપ્ત થતા તમામ કર્મચારીઓને વર્ક-ક્રેડિટ આપવાથી કર્મચારીઓ જોડે વધુ આત્મીયતાભર્યા સંબંધોનું નિર્માણ કરી શકાય છે.

  1. યુનિટી:
ટીમ યોગ્ય રીતે કામ કરી શકે અને તંદુરસ્ત સંબંધોનું નિર્માણ થઈ શકે તેના માટે કર્મચારીઓ વચ્ચે એકતાનું હોવું ખુબજ આવશ્કય છે. કર્મચારીઓ વચ્ચે એકતાભર્યું વાતાવરણ ઉભું કરવામાટે નિયમિતપણે મિટિંગનું આયોજન કરીને એકતા સાથે કામ માં આગળ વધવાની હિમાયત કરવી જોઈએ. જો કોઈ પ્રોજેક્ટ અંગે તકલીફ હોય તો તમામ કર્મચારીઓ એ એકતા સાથે તે મુશ્કેલીનો સામનો કરવો જોઈએ.

  1. વિશ્વાસ:
કર્મચારીઓનું એકબીજા પ્રત્યેનું વિશ્વાસ એ કર્મચારીઓ વચ્ચે લાંબાગાળાના સંબંધોનું સિંચન કરવામાટે ખુબજ આવશ્કય છે. જો કર્મચારીઓ એકબીજા પર વિશ્વાસ કરશે નહીં તો તેઓ અમુક કાર્યોના અમલીકરણ વખતે અટકી જશે અને નિષ્ફળતાનું સામનો કરવો પડશે. જો કર્મચારીઓ મુશ્કેલીઓ વખતે એકબીજા પર વિશ્વાસ રાખે તો કાર્ય આસાન બની શકે છે જેના પરિણામે કર્મચારીઓ વચ્ચે મજબુત સંબંધોનું નિર્માણ કરી શકાય છે.

  1. કાર્ય-અગ્રતા:
સહકાર્યકરો જોડે તંદુરસ્ત સંબંધોના નિર્માણ માટે કાર્યની અગ્રતાને સમજવું ખુબજ આવશ્કય છે. કોઈપણ કર્મચારી જયારે ક્રમિક કાર્ય કરે છે ત્યારે અન્ય કર્મચારી પર આધારિત રહે છે તેવા સમયે સમયસર કાર્ય પૂર્ણ કરીને તે કર્મચારીના કામને અગ્રતા આપવાથી લાંબાગળાના તંદુરસ્ત સંબંધોનું નિર્માણ થાય છે.

  1. નિરર્સ્વાથપણું:
કર્મચારીઓ જોડે કઈપણ જાતના વ્યક્તિગત સ્વાર્થ વગર કાર્ય કરવાથી લાંબાગળે સાથે રહીને કાર્ય કરવું શકય બને છે. કર્મચારીને મુશ્કેલ સમયમાં નિરસ્વાર્થપણે યોગ્ય માર્ગદર્શન આપવાથી કાર્ય સરળતાથી પૂર્ણ થાય છે જેના પરીણામે તંદુરસ્ત વ્યવસાયિક સંબંધોનું નિર્માણ થાય છે.

Comments

Popular posts from this blog

Avoiding Common Managerial Mistakes:

15 lessons every successful entrepreneur follows:

10 signs that your co-workers secretly hate you: