બોસ(અધિકારી) તરીકે સફળ થવામાટેની 10 ટિપ્સ:

કોઇપણ કંપની કે ધંધા ની સફળતા માં તેના બોસ નો અમુલ્ય ફાળો રહેલ છે અને સારા બોસ ને દરેક કર્મચારી આદર ની ભાવના થી જુએ છે.
કર્મચારી તેના બોસ પ્રત્યે કેટલીક અપેક્ષાઓ રાખે છે જે અપેક્ષાઓને પૂર્ણ કરવા દરેક બોસે પુરતી કોશિશો કરવી જોઈએ જેથી એક એવા વાતાવરણ નો નિર્માણ થઈ શકે જેમાં દરેક કર્મચારી પોતાનો પુરતો યોગદાન આપી ધંધા કે કંપની ને સફળ બનાવી શકે.
આ વાત ને લક્ષ્ય માં લઈને અહીં સારા બોસ બનવા માટે જરૂરી વાતો ની ચર્ચા કરવામાં આવેલ છે. એક બોસે નીચે જણાવેલ વાતો નો હમેશા ધ્યાન રાખવું જોઈએ:

  1. યોગ્ય કાર્ય-પદ્ધતિ:
બોસ તરીકે અસરકારકતા વધારવા માટે કાર્ય-સ્થળ પર યોગ્ય કાર્ય પદ્ધતિનું વિકાસ થવું અનિવાર્ય છે જેના માટે ઉપલબ્ધ કર્મચારીઓને તેની ક્ષમતા અને રુચિ અનુસાર કાર્યની વેંચણી કરવી ખુબજ જરૂરી છે.
વ્યક્તિના કાર્ય અનુભવ અનુસાર પણ કાર્યની સોંપણી કરવાથી કોઈપણ કાર્યને આસાન રીતે પુર્ણ કરી શકાય છે. કાર્યોની સમાન પ્રમાણમાં સોંપણી થવી પણ હિતવાહ છે.
જે વ્યક્તિ નક્કી કરેલ કાર્ય-પદ્ધતિ અનુસાર કાર્ય કરે છે તેને નાણાંકીય કે બિન-નાણાંકીય પ્રોત્સાહિત કરવું જોઈએ જેથી અન્ય કર્મચારીઓન પણ નક્કી કરેલ કાર્ય-પદ્ધતિ અનુસાર કાર્ય કરવામાટે પ્રેરિત થાય.

2.      અખંડિતતા ભર્યું વલણ:
બોસ તરીકે અસરકારકતા વધારવા માટે ટીમના સભ્યો વચ્ચે અખંડિતતા જાળવી ખુબજ આવશ્કય છે. સંઘર્ષયુક્ત સમય માં તમામ સભ્યો એકતા સાથે કાર્ય કરે તો સફળતા પ્રાપ્ત કરવાનો માર્ગ મોકળો બને છે.
કર્મચારીઓ એક થઈને કાર્ય કરે અને કર્મચારીઓ સંસ્થાના હિતમાં તંદુરસ્ત હરીફાઈ કરે તેવા પ્રયાસો બોસ દ્રારા થવા જોઈએ. અધિકારીએ તેના કર્મચારીઓને   એ વાત સમજાવાનો પ્રયત્ન કરવો જોઈએ કે એકતા અને અખંડિતતા દ્રારા જ સંસ્થાનો વિકાસ થશે અને તેના પરિણામે વ્યક્તિગત વિકાસ શક્ય બનશે.
જો કોઈ કર્મચારીઓ વચ્ચે કામ બાબતે કોઈ મતભેદ હોય તો બોસે કર્મચારીઓ વચ્ચે સમાધાન થાય તેવા પ્રયત્નો કરવાં જોઈએ.

3.      તાલીમ અંગેની વ્યવસ્થા:
હાલના સમયમાં કર્મચારીઓની કાર્યક્ષમતાના વિકાસ માટે તમને સતત બદલાતા વલણ અને ટેક્નોલૉજી અનુસાર તાલીમ આપવી અતિ આવશ્કય બાબત બની ગયેલ છે.
એક અસરકારક બોસ ટ્રેનિંગ માટે જરૂરી આયોજન કરીને તેના કર્મચારીઓને તાલીમ લેવા માટે પ્રોત્સાહિત કરે છે. ટ્રેનિંગ આપવા માટે જરૂરી ટ્રેનરની વ્યવસ્થા કરવી અને જરૂરી માળખાગત સુવિધાઓ પુરી પાડવાની ભુમિકા પણ બોસ જ નિભાવાની થાય છે.

4.      હકારાત્મક વિચાર શ્રેણી નું વિકાસ:
એક સારો બોસ હંમેશા તેના કર્મચારીઓ વચ્ચે હકારાત્મક વિચાર શ્રેણીના વિકાસ માટેના પ્રયત્નો કરે છે. એક અસરકારક અધિકારી તેના કર્મચારીઓને સંધર્ષપુર્ણ સમયમાં સતત હિંમ્મ્ત આપીને ધ્યેયને પ્રાપ્તિ માટે પ્રોત્સાહિત કરે છે.
બોસ તેના કર્મકારીઓને સંસ્થાકીય ધ્યેય ને હાંસિલ કરવામાટે ટીમ-વર્કનું મહત્વ સમજાવીને પણ હકારાત્મક વિચાર શ્રેણીનું વિકાસ કરી શકે છે.
બોસ સફળ વ્યક્તિઓ અને સંસ્થાઓની કાર્ય-પદ્ધતિના ઉદાહરણ આપીને પણ હકારાત્મક વિચારોનું સિંચન કરી શકે છે.

5.      દબાણ હેઠળ સમર્થન:
એક અસરકારક બોસ હંમેશા દબાણ હેઠળ કર્મચારીઓ પ્રત્યે સમર્થન ની ભાવના દર્શાવે છે જેથી કર્મચારીઓ સંસ્થા કે કંપની પ્રત્યે હકારાત્મક વલણ દર્શાવે છે અને કર્મચારીઓ જે તે સંસ્થા કે કંપની માં લાંબા સમય સુધી જોબ કરવાનો નિર્ણય કરી લે છે.
દરેક વ્યક્તિ અને સંસ્થાને સંઘર્ષપુર્ણ સમય માંથી પસાર થવાનું રહે છે જયાં એક બોસની ભુમિકા ખુબજ મહત્વપુર્ણ થઇ જાય છે જેમાં બોસે પોતાના કર્મચારીઓના આત્મવિશ્વાસમાં વધારો કરવાનો રહે છે.
બોસના સમર્થન ના લીધે કર્મચારીઓના જુસ્સામાં વધારો થાય છે અને તે મુશ્ક્લીઓમાંથી બહાર નિકળવામાં સફળતા પ્રાપ્ત કરીને સંસ્થાને અનેક સિદ્ધિઓ અપાવે છે.

6.      સમસ્યા નિરાકરણની ક્ષમતા:
એક સારો બોસ સંભવિત સમસ્યાઓ ઓળખે છે અને તેમને ઉકેલવા માટે પ્રયાસ કરે છે. તાજેતરના સમયમાં ધંધાને અસરકર્તા પરિબળોનું અભ્યાસ કરવું ખુબજ નિવાર્ય બની ગયેલ છે.
બોસે સંસ્થાકીય ધ્યેયોને સિદ્ધ કરવામાટે સંસ્થાને અસરકર્તા પરિબળોનું ખુબજ કાળજીપુર્વક નું નિરીક્ષણ કરવાનું રહે છે. સંભવિત મુશ્કેલીઓને ઓળખીને તે મુશ્કેલીઓનું હલ પણ બોસ જ લાવાનું રહે છે જેના માટે બોસ કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપવાનું રહે છે.

7.      સફળતાનો યશ:
એક સારો બોસ હંમેશા સફળતા નો યશ તેના કર્મચારીઓ ને આપે છે. કોઈપણ સંસ્થાકીય કે ધંધાકીય સફળતા મેળવા માટે સામુહિક પ્રયત્નો ની આવશ્કયતા રહે છે જેથી સફળતાનો યશ સંસ્થા કે ધંધા સાથે જોડાયેલ તમામ લોકોને જાય છે.
જયારે અધિકારી સંસ્થાકીય કે ધંધાકીય સફળતા નો યશ કર્મચારીઓને આપે છે ત્યારે કર્મચારીઓના જુસ્સામાં અનેક ગણો વધારો થાય છે અને કાર્ય-ક્ષમતામાં પણ વધે છે.

8.      શાંત અને સરળ સ્વભાવ:
એક સફળ બોસ શાંત મન થી કામ લે છે. જયારે કોઈ કર્મચારી ભુલ કરે ત્યારે બોસે તેને શાંત મને ભુલ સમજાવીને તે ભુલને દુર કરવાનો પ્રયત્નો કરવાં જોઈએ.
જો બોસ ભુલને સમજવાને બદલે કર્મચારીઓ પર ગુસ્સે થઇ જાય તો કર્મચારીઓને પોતાની ભુલો ને સુધારવાની તક મળતી નથી જેના પરિણામે સંસ્થાકીય ધ્યેયને સિદ્ધ કરી શકાતું નથી.
જો બોસનો સ્વભાવ સરળ હોય તો કર્મચારીઓ કોઈપણ જાતના હિચકિચાટ વગર પોતાની નબળાઈ બોસને જણાવી શકે છે અને બોસ તે નબળાઈને દુર કરવાનાં પગલાંઓ લઇ શકે છે.

9.      વ્યવાહારિક અભિગમ:
એક સારો બોસ હમેશા વ્યવાહારિક અભિગમ સાથે કામ કરે છે. બોસે વ્યવાહારિક અભિગમને ધ્યાનમાં રાખીને જે મુદ્દાઓ ધંધા કે સંસ્થાના હિતમાં હોય તેવા મુદ્દાઓના અમલીકરણ માટે કર્મચારીઓને માર્ગદર્શન આપીને તેઓને પ્રોત્સાહિત કરવાનાં રહે છે.
એક સફળ બોસ વિકટ પરિસ્થિતિઓમાં પણ હકારાત્મક વલણ અપનાવીને કર્મચારીઓના જુસ્સોને બુલંદ કરે છે અને આવા વલણના લીધે જ સંસ્થા કે ધંધાને પ્રગતિના પંથે લઇ જઈ શકાય છે.

10. સરળ કાર્ય-પ્રલાણીનું નિર્માણ:
એક સફળ બોસ હંમેશા વસ્તુઓ સરળ બનાવે છે જેના માટે બોસ એવી કાર્ય-પ્રલાણી નું વિકાસ કરે છે જેમાં તમામ કર્મચારીઓ પોતાની કુશળતા અનુસાર સંસ્થા કે ધંધાની પ્રગતિમાં પોતાનો ફાળો આપે છે.
એક અસરકારક બોસ તેના હેઠળ કાર્ય કરતાં કર્મચારીઓ જે બાબતે મુંઝવણ કે મુશ્કેલી અનુભવે તે બાબતને વધુ સરળ બનાવની કોશિશ કરીને કર્મચારીઓને શ્રેષ્ઠ કાર્ય કરવામાટે માર્ગદર્શન આપે છે.

Comments

Popular posts from this blog

Avoiding Common Managerial Mistakes:

15 lessons every successful entrepreneur follows:

10 signs that your co-workers secretly hate you: